હાથ ન છોડજે
હાથ ન છોડજે, સાજન, જેમ દીવો ન છોડે વાટ,
તું જો હોય તો અમાસની પણ ઝળહળ લાગે રાત.
તારા ખભે માથું મૂકું, ત્યાં જ મારો મહેલ,
ભીડ પડે ત્યારે તું પડખે, જીવતર લાગે સહેલ;
રોટલો ને ડુંગળી પણ લાગે છપ્પન ભાત.
હાથ ન છોડજે…
વાળ મારા ધોળા થાશે, આંખે ઝાંખપ આવે,
ત્યારે પણ તું ઓટલે બેસી ઝીણું ગીત ગવડાવે;
હાથમાં હાથ લઈને કરીએ જૂની જૂની વાત.
હાથ ન છોડજે…
પરાગ કહે: ફૂલ ને ખુશ્બૂ ક્યાં કદી જુદાં થાતાં?
ખરી પડે તો સાથે ખરતાં, ખીલે તો સાથે ગાતાં;
એવો આપણો સાથ રહે, જનમોજનમની ભાત.
હાથ ન છોડજે…
– પરાગ રતનપરા