← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શહેરની ગાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગોકુળની હું ગાય, મને શહેરમાં લાવી છોડી,
ઘાસને બદલે કોથળી ચાવું, કોણ મારી ખોડી?

ક્યાં ગયાં એ ગોચર લીલાં, ક્યાં ગઈ જમનાની પાળ,
ક્યાં ગયો એ વાંસળીવાળો, ક્યાં ગયા ગોપ-ગોવાળ;
ચાર રસ્તે ઊભી રહું ને સૌ મારે છે ડોડી…
ગોકુળની હું ગાય…

દૂધ દોહીને છોડી દે છે માલિક વહેલી સવારે,
ઉકરડે ઉકરડે ભટકું, કોણ મને સંભારે?
પૂજા કરે સૌ ‘ગૌમાતા’ની, ને પેટે પ્લાસ્ટિક-ઝોડી…
ગોકુળની હું ગાય…

પરાગ કહે: આ ગાય નથી, આ તો આપણી જ કહાણી,
માને માથે બેસાડી, પણ પીવા ના દીધું પાણી;
પૂજો ભલે, પણ પાળો તો, નહીં તો શ્રદ્ધા ફોડી…
ગોકુળની હું ગાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખનગરમાંઆગલો લેખ →તારા હાથમાં