← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શાશ્વત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાકિનારે
એક બાળકે
રેતીનો મહેલ બાંધ્યો.

મોજું આવ્યું,
લઈ ગયું.

બાળક રડ્યું નહીં,
ફરી બાંધ્યો.
મોજું ફરી આવ્યું.

આમ સાંજ સુધી
બાળક બાંધતું રહ્યું,
દરિયો તોડતો રહ્યો.

સાંજે બાળક ઘેર ગયું,
દરિયો ત્યાં જ રહ્યો.

કોણ જીત્યું, ખબર નથી.
પણ એટલું જાણું છું —
શાશ્વત દરિયો નથી,
બાંધવાની
એ જીદ છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમૂંઝાય છેઆગલો લેખ →પાદર ભૂલી ગ્યા