શાશ્વત
દરિયાકિનારે
એક બાળકે
રેતીનો મહેલ બાંધ્યો.
મોજું આવ્યું,
લઈ ગયું.
બાળક રડ્યું નહીં,
ફરી બાંધ્યો.
મોજું ફરી આવ્યું.
આમ સાંજ સુધી
બાળક બાંધતું રહ્યું,
દરિયો તોડતો રહ્યો.
સાંજે બાળક ઘેર ગયું,
દરિયો ત્યાં જ રહ્યો.
કોણ જીત્યું, ખબર નથી.
પણ એટલું જાણું છું —
શાશ્વત દરિયો નથી,
બાંધવાની
એ જીદ છે.
– પરાગ રતનપરા