શાંત
નથી કોઈ મોજું, કિનારો નથી,
હવે આંખમાં પણ ઇશારો નથી.
હતો ભીડમાં, શોરમાં રાતદિન,
હવે ભીતરે પણ પુકારો નથી.
હવે ઈશ ક્યાં શોધવો? સર્વમાં,
મને મંદિરો કે મિનારો નથી.
પ્રવાસી ખરો, ના મુકામે જવું,
હવે રાતનો પણ ઉતારો નથી.
પરાગે સુગંધે શમાવું હવે,
ખરું કે રહું, એ વિચારો નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #શાંતિ #અધ્યાત્મ #વિરક્તિ #મૌન #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerPeace #Spirituality #Detachment #Stillness #ParagRatanpara