સેલ્ફી
માસીએ
ચાલીસમી સેલ્ફી લીધી.
ડાબો ગાલ — ના,
જમણો ગાલ — ના,
હોઠ ચૂમ્મા જેવા — ના,
ચશ્માં સાથે — ના,
ચશ્માં વગર — ના.
એકતાલીસમીમાં
પાછળ ઊભેલા માસાનો
અડધો કાન આવી ગયો.
માસી ખિજાયાં:
‘આ તમે દરેક ફોટામાં
વચ્ચે કેમ આવો છો?’
માસા ધીમેથી બોલ્યા:
‘ચાલીસ વરસથી
ત્યાં જ તો ઊભો છું.’
માસીએ ફોન નીચે મૂક્યો.
બેતાલીસમી સેલ્ફી
આજ સુધી
લેવાઈ નથી.
– પરાગ રતનપરા