સેલ
પત્નીએ કહ્યું:
‘સેલ છે,
સિત્તેર ટકા ઑફ!’
હું ખુશ થયો —
ચાલો, બચત થશે.
સાંજે એ પાછી આવી:
ચાર સાડી, બે ડ્રેસ, એક પર્સ,
ને ત્રણ એવી વસ્તુઓ
જેનાં નામ
હજી અમને બેયને ખબર નથી.
મેં બિલ જોયું.
સાચે જ, સિત્તેર ટકા ઑફ હતું —
મારા પગારમાંથી.
એ હસીને બોલી:
‘જુઓ, તમારા કેટલા બચાવી આપ્યા!’
ને હું
આખી રાત
બચતનો હિસાબ ગણતો રહ્યો.
– પરાગ રતનપરા