← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રેતની પેઠે સરીને, ચૂપ થઈ છળ્યો સમય,
બાળપણ, યૌવન, બુઢાપો, એમ થઈ ઢળ્યો સમય.

કાલ કરશું, કાલ કરશું, એમ ટાળ્યું રોજ મેં,
આજ ઊંબર પર હતો, પણ ક્યાં કદી મળ્યો સમય?

હાથમાં મોંઘી ઘડી બાંધી, બધે દોડ્યા અમે,
ભાન ક્યાં? બસ ભાગવામાં ના કદી કળ્યો સમય.

કોણ કોને વાપરે છે, આ જ છે સાચો સવાલ,
આપણે ખાધો સમયને, કે પછી ગળ્યો સમય?

આ પરાગે ફૂલને ચૂમ્યું, ઘડી ભર મ્હેકિયો,
એ ઘડીમાં અમરતા, ને ત્યાં ખરો ફળ્યો સમય.

– પરાગ રતનપરા

#ગઝલ #સમય #જીવન #ક્ષણ #આજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Procrastination #LiveTheMoment #Philosophy #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએ દિવસઆગલો લેખ →ઓગળે