← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સગાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સગાઈને દિવસે
આપણે અજાણ્યાં હતાં.
તું મારી સામે
નીચું જોઈને બેઠી હતી,
ને હું
તારી મમ્મીની
ચાનો કપ ગણતો હતો.

આજે
પચીસ વરસ પછી
તું કશું બોલે તે પહેલાં
મને ખબર હોય છે
કે તું શું બોલવાની છે.

ને હું
કશું બોલું તે પહેલાં
તું કહી દે છે:
‘રહેવા દો, સમજી ગઈ.’

અજાણ્યાપણું
ક્યારે ગયું,
ખબર ન પડી.
બસ,
એક દિવસ જોયું
તો તારી ચામાં
ખાંડ ઓછી હતી —
મારા માટે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાંચળીઆગલો લેખ →અજવાસ છે