← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાપસીડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નાનપણમાં
સાપસીડી રમતા ત્યારે
નવ્વાણુંના ખાના પરનો સાપ
સૌથી મોટો લાગતો.

દાદા કહેતા:
‘સાપથી ડરવું નહીં,
પાસો ફરી ફેંકવો.’

મોટો થયો ત્યારે
ખબર પડી —
ઑફિસમાં સીડીઓ ઓછી છે,
ને સાપ
સૂટ પહેરીને ફરે છે.

તોય રોજ સવારે
હું
પાસો ફેંકું છું.

કારણ કે
રમતમાં જીતવું જરૂરી નથી,
રમતમાં
રહેવું જરૂરી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખબોલમાંઆગલો લેખ →શિખામણ