← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજે મળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભીડમાં તું મળે છે ત્યારે
પૂછે છે: ‘કેમ છો?’
ને હું કહું છું: ‘મજામાં.’

બેઉ જાણીએ છીએ
કે આ બે શબ્દો
ભીડ માટે છે.

ક્યારેક સાંજે મળ —
એકલી.
નદીને કાંઠે,
જ્યાં પથ્થરો પર
તડકાનું છેલ્લું પીળું પાન
ખરતું હોય.

ત્યારે ‘કેમ છો’ ન પૂછતી.
બસ, બેસજે.

આપણે બેઉ ચૂપ રહીશું,
ને નદી
આપણા વતી
આખી સાંજ બોલશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશબ્દઆગલો લેખ →બુકમાર્ક