← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજનું ગીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ પડે ને સૂનું સૂનું લાગે રે મન,
દીવો કરું તો ય અંધારે ભાગે રે મન.

ગાયો વળે છે ગામમાં ધૂળની ડમરી ઓઢી,
પંખી માળે પાછાં વળે, હું ક્યાં જાઉં દોડી?
ઝાંપે ઊભું ઝીણું ઝીણું જાગે રે મન…
સાંજ પડે ને…

તું તો મારી પાસે બેઠો, તો ય કેમ આ ખાલી?
સાથે ચાલે પગલાં, તો ય હૈયું ચાલે ઠાલી;
કોણ જાણે કોની રાહ માગે રે મન…
સાંજ પડે ને…

પરાગ કહે: આ સાંજ તો સૌના ભીતરમાં ઢળતી,
ઘર હો, સાથી હો, તો ય કોઈ ક્ષણ અધૂરી બળતી;
આરતીના ઘંટ સાથે વાગે રે મન…
સાંજ પડે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવિદાયઆગલો લેખ →પેપરવેઇટ