← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંજ પડી ને મુઠ્ઠી ખાલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંજ પડી ને મુઠ્ઠી ખાલી, કોને કહું રે વાત?
સવાર મળી’તી સોના જેવી, ખરચી નાખી જાત.

બાળપણે તો લખોટી સાટે વેચ્યા કંઈક બપોર,
યૌવનમાં તો મેળે મેળે ઉડાડી દીધી દોર;
ઘરડી આંખે ગણવા બેઠો તારા આખી રાત…
સાંજ પડી ને…

ફાઈલ, બઢતી, બૅન્ક-બૅલેન્સ, દોડ્યો હું બેફામ,
દીકરી મોટી ક્યારે થઈ ગઈ, ખબર ન પડી, રામ!
હવે ફોટામાં શોધું એની પા-પા પગલી સાથ…
સાંજ પડી ને…

પરાગ કહે: આ સમય તો છે પરોઢનું ઝાકળ,
પાન ઉપર પળભર ઝળકે, પછી સૂરજ લે આગળ;
આજ મળી છે, આજે ખરચો હેતે, હસતે હાથ…
સાંજ પડી ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગામ એટલેઆગલો લેખ →ચોપડે