← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચોપડે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જિંદગીભર જે કમાયા, એ લખાયું ચોપડે,
આખરી પાને જુઓ, મીંડું મુકાયું ચોપડે.

શ્વાસની મૂડી ઉધારે વાપરી નાખી અમે,
વ્યાજ દર્દોનું પછી એમાં ગણાયું ચોપડે.

ભાઈઓએ ઓરડા ને આંગણું પાડ્યાં જુદાં,
માવડીનું હેત, બોલો, ક્યાં સમાયું ચોપડે?

હૂંફ ઘરની, દોસ્તની આંખો અને માની દુઆ —
લાભ-શુભની પાછળે શું શું છુપાયું ચોપડે?

જે વહાવ્યું પ્રેમમાં, એ સાથ આવ્યું છે, પરાગ,
સંઘરેલું સૌ, અહીં અંતે ભુલાયું ચોપડે.

– પરાગ રતનપરા

#ગઝલ #જીવનનોહિસાબ #ચોપડો #સંબંધ #મમતા #પરાગરતનપરા
#GujaratiGhazal #LedgerOfLife #Accounts #Relationships #WhatRemains #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખસાંજ પડી ને મુઠ્ઠી ખાલીઆગલો લેખ →ઘરની બોલી