← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘરની બોલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જઈએ જ્યાં પણ, સાથે આવે ઘરની બોલી રે,
જાણે માએ ખિસ્સે મૂકી ગોળની ગોળી રે.

લંડનના ધુમ્મસમાં દીવા, ન્યૂ જર્સીમાં ગરબા,
ટોરન્ટોના ઠંડા ઘરમાં થેપલાં-છૂંદાના ડબ્બા;
‘કેમ છો?’ સાંભળતાં આંખો થાતી ભોળી ભોળી રે…
જઈએ જ્યાં પણ…

પૌત્ર અમારો અંગ્રેજીમાં સપનાં જુએ રાતે,
બા કહે: ‘બેટા, ક-ખ-ગ તો શીખ જરા મુજ સાથે’;
પહેલો અક્ષર ‘મા’ લખ્યો, ત્યાં ભીંજી બાની ઝોળી રે…
જઈએ જ્યાં પણ…

પરાગ કહે: આ ભાષા તો છે માની ઝીણી આંગળી,
છોડો તો આ ભીડ જગતની, ભૂલા પડશો, સાંભળી;
પકડી રાખો, પરદેશે પણ ઘર લે સૌ ખોળી રે…
જઈએ જ્યાં પણ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચોપડેઆગલો લેખ →શબ્દનો દીવો