સાંજ
સાંજ પડે
ને બાંકડો
ખાલી થઈ જાય છે.
દિવસભર
એના પર
પ્રેમીઓ બેઠા,
પેન્શનરો બેઠા,
થાકેલા ફેરિયા,
ને એક છોકરો
જે પરીક્ષામાં નાપાસ થયો હતો.
હવે બાંકડા પાસે
કોઈ નથી.
ત્યાં જ
એક સૂકું પાંદડું
ધીમેથી આવીને
એની બાજુમાં બેસે છે.
સાંજનો અર્થ
કદાચ આ જ છે —
ખાલીપાની બાજુમાં
કોઈક તો
બેસવા આવે.
– પરાગ રતનપરા