← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાંઈ તારી સાથ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાંઈ, તારી સાથ, પછી શાનો મને ભાર?
તું જ નાવ, તું જ નદી, તું જ પેલે પાર.

માળા વચ્ચે દોરો જેવો, મોતી વચ્ચે ઝળકે,
એવો તું તો શ્વાસે શ્વાસે, ધબકારે ધબકે;
નામ લઉં ના લઉં, તોય તું જ ગુંજે અપરંપાર…
સાંઈ, તારી સાથ…

મસ્જિદ-મંદિર ભટક્યો, તીરથ તીરથ ધોયાં પાય,
મનનો મેલ ન ધોવાયો, ને ધૂળ ચડી બેવડાય;
ફકીર એક મળ્યો ને બોલ્યો: ‘ભીતર ખોલ ને દ્વાર’…
સાંઈ, તારી સાથ…

પરાગ કહે: આ ફૂલ ને ખુશ્બૂ, જુદાં ક્યાંથી થાય?
એમ જ સાંઈ ને સેવક, એક જ પ્રાણે ગવાય;
હું તો ખાલી વાંસળી, તારો શ્વાસ જ મારો સાર…
સાંઈ, તારી સાથ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતરાપેઆગલો લેખ →મારી ગઝલ