સાચ છે
બાળકો બોલે ગમે તે, બાળ-વાણી સાચ છે,
ને નદીમાં જે વહે છે, એ જ પાણી સાચ છે.
ભૂત, રાક્ષસ ને પરીઓ, ઊડતા ઘોડા ભલે,
તોય દાદીએ કહેલી એ કહાણી સાચ છે.
આંખ પર પાટો, સતત ફરતો રહે છે ઢોર એક,
છે અમારું આયખું પણ એ જ ઘાણી, સાચ છે.
મંચ પરથી વાયદાઓનો વરસ્યો મેઘ, પણ
આમ જનતાને મળી’તી માત્ર ધાણી, સાચ છે.
આ ‘પરાગે’ ફૂલ સાથે, ઝાકળો સાથે કરી,
બાગમાં સાંજે હવાની એ ઉજાણી સાચ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સત્ય #બાળપણ #રાજકારણ #પ્રકૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #Truth #InnocentWords #PoliticalPromises #NaturesFeast #ParagRatanpara