← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રૂઠ્યા સાયબા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રૂઠ્યા રૂઠ્યા સાયબા મારા, સામું ય ના જુએ,
હું તો જાણું, એનું હૈયું છાનું છાનું રુએ.

કાલે મેં કીધું’તું સ્હેજ: ‘તમે તો સાવ ભૂલકણા’,
એટલામાં મોં ચડાવ્યું, જાણે લાગ્યાં બાણ ઘણાં;
ચા મૂકું તો ઢાંકી રાખે, ને પડખું ફેરવી સુએ…
રૂઠ્યા રૂઠ્યા સાયબા…

સાંજે ગૂંથી મોગરવેણી, પહેરી ગમતી સાડી,
ધીમે ધીમે ગાયું મેં એ ગીત, જે ગાયું’તું વાડી;
ત્યાં તો હસી પડ્યા એ, ને ભીની આંખો લૂએ…
રૂઠ્યા રૂઠ્યા સાયબા…

પરાગ કહે: આ રૂસણાં તો પ્રેમની મીઠી ખટાશ,
ના હોય તો જીવન લાગે સાદું પાણી, ઉદાસ;
રીસ ઓગળે ત્યારે જ સાચું મીઠું હેત તો ચૂએ…
રૂઠ્યા રૂઠ્યા સાયબા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવરસે છેઆગલો લેખ →અમસ્તાં