રૂપનો ડંખ
રૂપ રેશમ સમું નયનનો ડંખ છે,
ચાંદની શીતળી ગગનનો ડંખ છે.
વાંસળી સાંભળી ગામ ઘેલું થયું,
શ્યામના રૂપમાં મદનનો ડંખ છે.
ફૂલ ચૂંટ્યું અને આંગળી લાલ થઈ,
એ ય કાંટો નહીં, ચમનનો ડંખ છે.
દીપ જોતાં પતંગો ધસી જઈ બળે,
તેજમાં પણ સદા અગનનો ડંખ છે.
આ પરાગે ભલે મ્હેક વેરી ઘણી,
ફૂલ ખરશે, અરે! પવનનો ડંખ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૌંદર્ય #આકર્ષણ #મોહ #પ્રેમવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Beauty #Allure #SweetPain #Infatuation #ParagRatanpara