← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રંગ રમે રાધા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રંગ રમે રાધા ગોરી, ને શ્યામ રમે સંગાથ,
ગોકુળમાં ગુલાલ ઊડે, ને ઊડે મનની વાત.

કેસૂડાંનો રંગ ઘોળ્યો, પિચકારી ભરી હાથ,
રાધા છુપાઈ કદંબ પાછળ, શોધે ગોકુળનાથ;
છાંટ્યો રંગ ત્યાં પાલવ ભીંજ્યો, ભીંજ્યું હૈયું સાથ…
રંગ રમે રાધા…

ગોપીઓ ગાય ફાગનાં ગીતો, ઢોલ વગાડે ગોપ,
યમુનાનાં જળ લાલ ગુલાબી, ઘાટે ઘાટે ઓપ;
શ્યામ કહે: ‘આ રંગ નથી, આ તો પ્રેમની સોગાત’…
રંગ રમે રાધા…

પરાગ કહે: આ હોળી નથી કોઈ એક દિવસનો તહેવાર,
જેના હૈયે શ્યામ રંગ ચડે, એ રંગાય જનમોજનમ પાર;
ધોઈ ધોઈને થાકી રાધા, તોય ન ઊતરે શ્યામની ભાત…
રંગ રમે રાધા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાંદો ને હુંઆગલો લેખ →દર્દનું ગીત