રેતીની ટ્રક
રાત્રે
નદીની છાતી પર
ટ્રકોની હેડલાઇટ
ફરે છે.
સવાર સુધીમાં
નદી
થોડી વધુ પાતળી થઈ જાય છે.
શહેરમાં
એ જ રેતીથી
નવી ઇમારતો ઊભી થાય છે,
જેની બારીમાંથી
લોકો
‘રિવર-વ્યૂ’ જુએ છે.
નદી
હવે
ફક્ત બ્રોશરમાં
વહે છે.
– પરાગ રતનપરા
રાત્રે
નદીની છાતી પર
ટ્રકોની હેડલાઇટ
ફરે છે.
સવાર સુધીમાં
નદી
થોડી વધુ પાતળી થઈ જાય છે.
શહેરમાં
એ જ રેતીથી
નવી ઇમારતો ઊભી થાય છે,
જેની બારીમાંથી
લોકો
‘રિવર-વ્યૂ’ જુએ છે.
નદી
હવે
ફક્ત બ્રોશરમાં
વહે છે.
– પરાગ રતનપરા