← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેખા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાથની રેખા વિધાતાએ લખી'તી વાંકડી,
મેં પસીનાથી ઉગાડી એ જ રેખે પાંખડી;
ઠોકરો દીધી નસીબે, પણ ન છોડી મેં કદી
આંધળા વિશ્વાસની બસ એક પકડી લાકડી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાકી છેઆગલો લેખ →હોસ્ટેલનું ગીત