હોસ્ટેલનું ગીત
હોસ્ટેલમાં આવ્યો હું તો, મમ્મી, તારો લાડકો,
પહેલે દિ' રડ્યો, ને બીજે દિ'થી થઈ ગ્યો ફાંકડો!
મૅસની દાળમાં શોધું દાણો, રોટલી જાણે ચંપલ,
ભાતમાં કાંકરા એવા, જાણે ગામનો કાચો મંડપ;
રવિવારે ‘સ્પેશિયલ’ કહે, ને આપે એ જ બાફેલો કાંદો…
હોસ્ટેલમાં આવ્યો હું તો…
રૂમમાં ચાર જણા ને એક જ ચાર્જર, એક જ ડોલ,
પરીક્ષાની આગલી રાતે જાગે આખું હોલ;
ચોપડી ખૂલે સવારે ચારે, ને પેપર હોય સાંજે માંડો…
હોસ્ટેલમાં આવ્યો હું તો…
પરાગ કહે: આ ચાર વરસમાં ડિગ્રી મળે કે ના,
પણ ભેરુઓ એવા મળે, જે મૂકે ના આખી ઉંમરમાં;
મમ્મી, તારા થેપલાંનો ડબ્બો — એ જ અમારો ચાંદો…
હોસ્ટેલમાં આવ્યો હું તો…
– પરાગ રતનપરા