← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રવિવારની સાંજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રવિવારની સાંજ
સૌથી લાંબી હોય છે.

સવારે
જે રજા
હાથમાં ભરેલા ખોબા જેવી હતી,
એ બપોર સુધીમાં
આંગળીઓ વચ્ચેથી
સરકી ગઈ.

હવે
સાંજ છે,
ને બાલ્કનીમાં
સૂકવેલાં કપડાં
ઉતારવાનાં છે,
ને કાલના લંચ-બૉક્સનું
શાક સમારવાનું છે,
ને દીકરાનું
હોમવર્ક
જોવાનું છે.

આકાશમાં
પંખીઓ
ઘર તરફ જાય છે.

મને લાગે છે,
એ લોકોને
સોમવાર
નહીં આવતો હોય.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખરેતી જેવી જિંદગીઆગલો લેખ →સપનું