← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અહીં
આકાશ નીચે ઝૂકે છે
ને ધરતી ઊંચી ઊઠે છે,
વચ્ચે
એક ઊંટ ચાલે છે,
ધીમે, ધીમે,
જાણે સમયને પીઠ પર લઈને.

ઝૂંપડીની બહાર
એક છોકરી
માથે ત્રણ બેડાં લઈ
ચાર કોસથી આવે છે.

શહેરનો પ્રવાસી
કૅમેરો કાઢે છે:
‘વાહ, કેવું સુંદર દૃશ્ય!’

છોકરી
પાણીનું એક ટીપું પણ ન ઢોળાય
એ રીતે
સ્મિત કરે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછરીઆગલો લેખ →કાગવાસ