છરી
લે, આ તારી છરી.
વર્ષોથી મારી પીઠમાં
સાચવીને રાખી હતી.
ધોઈ છે, લૂછી છે,
ધાર પણ કાઢી નથી —
જેવી આપી હતી, તેવી જ.
તને કદાચ
એની જરૂર પડે,
કોઈ બીજા મિત્ર માટે.
હું તો હવે
પીઠ પાછળ નહીં,
સામે ઊભો રહીને મળીશ.
અને હા,
ઘા રુઝાઈ ગયો છે,
પણ નિશાની રાખી છે —
ભૂલી ન જાઉં,
કોને ભેટવું, ને કેટલું.
– પરાગ રતનપરા