← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રક્ષાબંધન અને કૉલેજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રક્ષાબંધનને દિવસે
કૉલેજમાં
અમારો ભાઈબંધ જિગલો
આખો દિવસ
કેન્ટીનની પાછળ સંતાયો હતો.

કારણ?
ક્લાસની અડધી છોકરીઓ
હાથમાં રાખડી લઈને
એને શોધતી હતી.

સાંજે એ બહાર આવ્યો,
ખાલી કાંડું જોઈને
છાતી ફુલાવીને બોલ્યો:
‘બચી ગયો!’

ત્યાં જ
એની સગી બહેન
સ્કૂટર લઈને આવી,
કાન પકડ્યો,
ને ત્રણ રાખડી બાંધી:
‘એક મારી,
ને બે, જેનાથી તું સંતાતો હતો એની —
મારી બહેનપણીઓ છે!’

જિગલો આજે પણ કહે છે:
પ્રેમમાં હાર્યો,
પણ બહેને જિતાડ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકોને ધરું?આગલો લેખ →પરસેવો