← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રઝળ્યા કરે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નગરમાં વ્યથાઓ રઝળ્યા કરે,
ગલીમાં દુઆઓ રઝળ્યા કરે.

ગયો છે ટપાલી, ન આવ્યો ફરી,
અધૂરી કથાઓ રઝળ્યા કરે.

વસે બાળ પરદેશ, ઘરડાઘરે
નમેલી ઘટાઓ રઝળ્યા કરે.

કપાયાં બધાં વૃક્ષ જંગલ તણાં,
વિહગ ને હવાઓ રઝળ્યા કરે.

પરાગે પવનને ધરી જાત, ને
ભમે સૌ દિશાઓ, રઝળ્યા કરે.

– પરાગ રતનપરા

#ગઝલ #એકલતા #ઘરડાઘર #પર્યાવરણ #રઝળપાટ #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #OldAgeHome #LostForests #Wandering #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખએ પળઆગલો લેખ →પહેલો મોલ