એ પળ
એ પળ
હજી મેં જોઈ નથી.
જે પળે
દીકરી પહેલી વાર
‘પપ્પા’ બોલશે,
કે
જે પળે
બાપુની આંખ
છેલ્લી વાર મીંચાશે.
બંને પળ
એક જ ઘડિયાળમાં
ક્યાંક સંતાઈ બેઠી છે —
એક જ કાંટાની
બે બાજુ.
હું રોજ ઘડિયાળને
ચાવી આપું છું,
ને રોજ
ડરું છું —
કઈ પળ
પહેલી આવશે?
– પરાગ રતનપરા