← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણી રીતે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણી રીતે જીવવું, ભેરુ, આપણી રીતે જીવવું,
કોઈના કાપડે ન સીવવું, આપણું ફાટ્યું સીવવું.

નદી કહે છે, ‘વાંકું ચાલું, તોય પહોંચું દરિયે’,
પવન કહે છે, ‘દિશા મારી, ભલે ને ફરીએ ફરિયે’;
પંખી કહે છે, ‘આભ આખું, માળે ખાલી રહેવું’…
આપણી રીતે જીવવું.

લોક કહે, ‘આ ગાંડો છે’, તો હસીને માથું નમાવું,
લોક કહે, ‘આ ડાહ્યો છે’, તો ભૂલ ગણીને ભુલાવું;
વખાણ ને વગોવણીનું, બેઉનું ઝેર પીવું…
આપણી રીતે જીવવું.

પરાગ કહે: આ ફૂલ ખીલે છે, કોઈને પૂછીને ક્યાં?
મ્હેક વહેંચે, ખરી પડે, ને ફરી ઊગે ત્યાં ને ત્યાં;
પરવાનો ના માગે કોઈનો, એ જ ખરું ઊગવું…
આપણી રીતે જીવવું.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવરસ તુંઆગલો લેખ →એ પળ