← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રહી જાશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે જાઉં, છતાં તુલસી તળે પાણી રહી જાશે,
ગઝલના શેરમાં ધીમી મધુર વાણી રહી જાશે.

રમાડી ઢીંગલી જેને, પરણશે એ ય કાલે તો,
છતાં મારા હૃદય-મ્હેલે સદા રાણી રહી જાશે.

ગયાં જે ગીત ગાયાં મેં, ભલે ભૂલી જશે લોકો,
ઘડી બે સાથ જે સાંજો અમે માણી, રહી જાશે.

હતો મેળો, ગયો મેળો, હવે ઊઠી ગયા સૌ, પણ
હસીને બાળકો સાથે કરી લ્હાણી રહી જાશે.

પરાગે ફૂલને ચૂમી હવામાં મ્હેક મૂકી છે,
સુગંધી શ્વાસ મૂકીને, કફન તાણી રહી જાશે.

– પરાગ રતનપરા

#ગઝલ #વારસો #સ્મૃતિ #દીકરી #અમરતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Legacy #WhatRemains #Daughter #Fragrance #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઋતુનાં કપડાંઆગલો લેખ →જોયું અમે