← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઋતુનાં કપડાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઋતુ
દર ત્રણ મહિને
કપડાં બદલે છે —
ક્યારેક લીલાં,
ક્યારેક પીળાં,
ક્યારેક સાવ સફેદ, ધુમ્મસનાં.

ઝાડ
વિના ફરિયાદ
પાંદડાં ઉતારે છે,
ને પાછાં પહેરે છે.

માણસ
એક જ જૂનો કોટ
વર્ષો સુધી પહેરી રાખે છે —
અહંકારનો.

ઠંડી હોય કે ગરમી,
એ ઉતારતો નથી.

ને પછી ફરિયાદ કરે છે:
‘મારામાં વસંત
કેમ નથી આવતી?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદુઃખનું જોરઆગલો લેખ →રહી જાશે