← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાતરાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળે સાંજ, ધીમે ઝરે રાતરાણી,
સવારે ધરા પર ખરે રાતરાણી.

ન તડકો, ન તાળી, ન ઝંખે પ્રશંસા,
નિશામાં સહજ થઈ ફરે રાતરાણી.

બધાં ઊંઘતાં'તાં, હતી મા જ જાગી,
હૃદયમાં હતી ત્યાં તરે રાતરાણી.

ન મંદિર, ન વેણી, ન કો હાર, તો યે
ધરાને સુગંધો ધરે રાતરાણી.

પરાગે ય શીખ્યું, ઢળે રાત તો પણ
હૃદયને સુગંધે ભરે રાતરાણી.

– પરાગ રતનપરા

#ગઝલ #રાતરાણી #સુગંધ #નિસ્વાર્થ #રાત #પરાગરતનપરા
#GujaratiGhazal #NightJasmine #Fragrance #SelflessLove #Night #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકે નહીં?આગલો લેખ →ગજરો