રાખડી
બહેન આ વખતે આવી નહીં.
પરદેશથી
એક કવરમાં રાખડી આવી —
થોડી ચોળાયેલી,
એક મોતી ખરી ગયેલું.
મેં જાતે જ બાંધી,
દાંતથી ગાંઠ વાળીને.
ગાંઠ બરાબર ન વળી,
ઢીલી જ રહી.
ત્યારે ખબર પડી —
ગાંઠ દોરાથી નહીં,
એની આંગળીઓથી વળતી હતી.
– પરાગ રતનપરા
બહેન આ વખતે આવી નહીં.
પરદેશથી
એક કવરમાં રાખડી આવી —
થોડી ચોળાયેલી,
એક મોતી ખરી ગયેલું.
મેં જાતે જ બાંધી,
દાંતથી ગાંઠ વાળીને.
ગાંઠ બરાબર ન વળી,
ઢીલી જ રહી.
ત્યારે ખબર પડી —
ગાંઠ દોરાથી નહીં,
એની આંગળીઓથી વળતી હતી.
– પરાગ રતનપરા