રાખ
બાપુની રાખ
નર્મદામાં પધરાવી આવ્યો.
પાણીએ એને
એવી રીતે સ્વીકારી
જાણે વર્ષોથી ઓળખતું હોય.
ઘેર આવીને
છાપું ઉપાડ્યું
ને મેં જોયું —
હું એને
બરાબર એમની જેમ જ
ગડી વાળીને વાંચું છું,
પહેલાં છેલ્લું પાનું,
પછી પહેલું.
ચાની રકાબીમાં ફૂંક મારું છું
એમની જેમ જ,
ખોંખારો ખાઉં છું
એમની જેમ જ.
નદી તો
થોડી જ રાખ લઈ ગઈ;
બાકીની
મારામાં ભળી ગઈ છે,
ને રોજ સવારે
અરીસામાં
મને જોઈને
હળવેથી મલકે છે.
– પરાગ રતનપરા