← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બળી જશે
આ લાકડાં,
આ નામ,
આ ઓળખપત્ર,
આ ગાડીની ચાવી,
‘હું’ નામનો આ આખો ઢગલો.

ઠરી જશે રાખ.

પછી
કોઈ બાળક
એમાંથી
એક અડધું બળેલું
લાકડું ઉપાડશે,
ને ભીંત પર
દોરશે
એક સૂરજ.

બસ,
એટલું જ બચશે —
કોઈના હાથમાં
સૂરજ દોરવા જેટલો કોલસો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનદીમાંઆગલો લેખ →ભાજી