← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રાધાની વાંસળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જમનાજીને કાંઠે બેસી, આજ વાંસળી હું વગાડું,
કાના, તને દોડતો આવતો, ઘેલો થઈને ભાળું.

રોજ તું વાંસળી છેડે ને હું દોડું છાનીમાની,
માથે મટકી, પગમાં કાંટા, ભૂલું સાન ને પાની;
આજ ઊલટું થાશે, શ્યામ, તને હું ઝૂરતો નિહાળું…
જમનાજીને કાંઠે બેસી…

પણ આ વાંસનો કટકો, કાના, બોલે ના મુજ હોઠે,
ફૂંક મારું તો શ્વાસ ખરે, ને સૂર ચડે ના ઓઠે;
વાંસળી બોલી: ‘રાધા, મારું ચાલે નહીં કોઈ ગાળું’…
જમનાજીને કાંઠે બેસી…

પરાગ કહે: આ વાંસળી તો કેવળ પોલો વાંસ,
એમાં ફૂંકે કાનો જ્યારે, ત્યારે જાગે રાસ;
રાધા, તું જ સૂર છે એનો, તું જ એનું અજવાળું…
જમનાજીને કાંઠે બેસી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખએક પ્યાલીઆગલો લેખ →પાતળી દીવાલ