← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પુલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ કાંઠે મારું ગામ,
પેલે કાંઠે એનું.
વચ્ચે નદી —
જેના પર પુલ નહોતો,
હોડી હતી,
ને હોડીવાળો કાકો,
જે સાંજ પછી
કોઈને લઈ જતો નહીં.

વરસો સુધી
અમે બંને
સામસામે કાંઠે
કપડાં ધોયાં,
બેડાં ભર્યાં,
ને ચોમાસે
વધતી નદી જોયા કરી.

આજે પુલ બની ગયો છે —
બે મિનિટનો રસ્તો.

પણ હવે
પેલે કાંઠે
કોઈ કપડાં ધોતું નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમન-કપિઆગલો લેખ →ચોટલો