← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રિયને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં મને
કશું શીખવ્યું નથી —
ન પ્રેમ કરતાં,
ન રાહ જોતાં,
ન માફ કરતાં.

તું તો બસ
રોજ સવારે
બારી ખોલતી,
ને તડકો
આપમેળે
શીખી જતો
ઓરડામાં કેમ પ્રવેશવું.

તું તો બસ
રોજ સાંજે
તુલસીએ દીવો મૂકતી,
ને અંધારું
આપમેળે
શીખી જતું
કેટલે સુધી જ આવવું.

હું પણ
એમ જ શીખ્યો —
તડકા પાસેથી,
અંધારા પાસેથી —
કે તારા જીવનમાં
કેટલું પ્રવેશવું,
ને ક્યાં
ઊભા રહી જવું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમનડુંઆગલો લેખ →લાગતું