← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમ એટલે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમ
એટલે
ઉનાળાની બપોરે
ખેડૂતનું આભ સામે જોવું —
વાદળ ન હોય તોય.

પ્રેમ
એટલે
બાનું
ઠંડી રોટલી પોતાની થાળીમાં રાખવી —
કોઈ જુએ નહીં એમ.

પ્રેમ
એટલે
મીરાંનું ઝેર પીવું,
ને પછી
ઝેરને જ મીઠું લાગવું.

ને પ્રેમ
એટલે
આ બધું જાણ્યા પછી પણ
કશું જ ન જાણવું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખથપ્પો કહુંઆગલો લેખ →પાર કર