← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રીતની પીડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રીતની પીડ તો કોઈ પ્રીત કરે તે જાણે,
બાકી સૌ તો કાંઠે બેસી દરિયો ગાય વખાણે.

ચાંદો જોઈ ચકોરી જાગે આખી રાત ઉજાગર,
કોઈ પૂછે: ‘શું મળે?’ તો હસે, ને કહે: ‘બસ સાગર’;
અગન ઝાળ ને ઠંડક બેઉ એક જ પળે પિછાણે…
પ્રીતની પીડ તો…

પાણી વિના માછલી તડપે, એ તો સૌએ દીઠું,
પાણીમાં પણ તરસી રહેતું હૈયું કોણે પીધું?
મીઠી મીઠી વેદના ને ઘેલું ઘેલું ગાણે…
પ્રીતની પીડ તો…

પરાગ કહે: આ ચોપડીઓમાં પ્રેમ નહીં સમજાય,
એક આંસુ જો ઝીલો તો સો શાસ્ત્ર એમાં વંચાય;
પ્રીત કરે તે ઘાયલ થાય ને ઘાયલ થઈ ને માણે…
પ્રીતની પીડ તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડૂબકીઆગલો લેખ →ગુલાબી હથેળી