ગુલાબી હથેળી
નર્સે
એક નાનકડું પોટલું
મારા હાથમાં મૂક્યું.
મેં ડરતાં ડરતાં
એક આંગળી ધરી.
ગુલાબી હથેળી ખૂલી,
ને મારી આંગળી
આખેઆખી પકડી લીધી —
જાણે કહેતી હોય:
‘હવે તું ક્યાંય નહીં જાય.’
એ ક્ષણે
મને સમજાયું
કે જીવનભર
હું બીજાના હાથ પકડતો રહ્યો,
પણ પહેલી વાર
કોઈએ
મને પકડી રાખ્યો છે.
બહાર વરસાદ હતો કે નહીં,
મને યાદ નથી —
મારી આંખો
ભીની હતી.
– પરાગ રતનપરા