પ્રણયનો રસ્તો
ચાલ,
એ રસ્તે જઈએ
જેનો કોઈ નકશો નથી.
ન મંઝિલ પૂછીએ,
ન અંતર માપીએ,
ન ‘કેટલું બાકી?’ ગણીએ.
થાકીએ
તો કોઈ ઝાડ નીચે બેસીએ,
તરસ લાગે
તો એકબીજાની આંખમાંથી પીએ.
લોકો પૂછશે:
‘ક્યાં જાઓ છો?’
આપણે કહીશું:
‘સાથે.’
કેમ કે પ્રેમમાં
સરનામું
જગ્યાનું નહીં,
સંગાથનું હોય છે.
– પરાગ રતનપરા