પોળની સવાર
સવારે
દાદી તુલસીને પાણી રેડે છે,
પાડોશીનો રેડિયો ભજન ગાય છે,
ચકલી
ગઈકાલના ભાતના દાણા વીણે છે,
ને સૂરજ
પોળની સાંકડી ગલીમાં
માંડ માંડ
ખભો ઘસીને પ્રવેશે છે.
નીચે
ગોવાળની ગાય
રસ્તો રોકીને ઊભી છે.
કોઈ હૉર્ન નથી મારતું.
આખું જગત
થોડી વાર
ગાયની રાહ જુએ છે.
આ પોળમાં
સવાર
કોઈ ઉતાવળમાં નથી.
– પરાગ રતનપરા