મમ્મી, થોડી વાર
મમ્મી,
મારા રૂમનું બારણું
બંધ છે,
પણ તાળું નથી.
તું પૂછે છે: ‘શું થયું?’
હું કહું છું: ‘કંઈ નહીં.’
એ ‘કંઈ નહીં’માં
આખો દરિયો છે, મમ્મી.
તેં જ તો
તરતાં શીખવેલું ને મને?
તો પછી
કિનારે ઊભી રહીને
બૂમો કેમ પાડે છે?
થોડી વાર
મને ડૂબવા દે.
હું તરીને
તારી પાસે જ આવીશ.
– પરાગ રતનપરા