પિતાજીને ટપાલ
પિતાજી, લખું છું તમોને ટપાલ,
અહીં સૌ મજામાં, તમે ત્યાં ખુશાલ?
તમારી છડી ત્યાં જ ખૂણે પડી,
હવે કોણ પૂછે ઘરે મુજ સવાલ?
તમે જે વઢીને સુધાર્યો મને,
સમજ્યો હવે, એ હતું પણ વહાલ.
તમારે ખભે આભ જોયું હતું,
હવે ભીડમાં છું, ન ઊંચો ખયાલ.
પરાગે લખી વાત, ભીની કલમ,
તમે ના રહો, એ જ મોટો મલાલ.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #પિતાનીયાદ #ટપાલ #વહાલ #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #LetterToFather #MissingDad #Remembrance #ParagRatanpara