← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્હોંચી નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડેથી વાત ચાલી, આંગણે પ્હોંચી નહીં,
બાપની ખાંસી કદી એ બારણે પ્હોંચી નહીં.

ફોન પર દાદી ઘણુંયે ગીત ગાતી'તી છતાં,
ધૂન એ પરદેશમાંના પારણે પ્હોંચી નહીં.

રાતભર દાદા કહે છે ઠારમાં બેસી કથા,
એ કથા પણ છોકરાંનાં તાપણે પ્હોંચી નહીં.

આંખની ભીની વ્યથા મેં રોજ ઢાંકી હાસ્યમાં,
એ વ્યથા મારા જ ઘરના દર્પણે પ્હોંચી નહીં.

આ પરાગે પ્રેમની ચિઠ્ઠી લખી દીધી હતી,
પણ સખીના હાથના એ કંકણે પ્હોંચી નહીં.

– પરાગ રતનપરા

#ગઝલ #અંતર #સંવાદ #પરિવાર #પેઢી #પરાગરતનપરા
#GujaratiGhazal #UnspokenWords #FamilyDistance #GenerationGap #Communication #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકાચિંડોઆગલો લેખ →થયો