પીંછું
આંગણામાં
એક પીંછું પડ્યું હતું.
ક્યા પંખીનું?
ખબર નહીં.
ક્યારે પડ્યું?
ખબર નહીં.
દીકરીએ ઉપાડ્યું,
ચોપડીનાં પાનાં વચ્ચે મૂક્યું,
ને કહ્યું:
‘આમાંથી પંખી ઊગશે.’
હું હસ્યો.
વરસો વીત્યાં.
દીકરી પરણીને ગઈ.
આજે એ ચોપડી ઉઘાડી —
પીંછું ત્યાં જ હતું,
ને પાનાં વચ્ચેથી
આખું ઘર
ઊડી ગયું હતું.
– પરાગ રતનપરા