અરીસો
તને શોધવા
હું કાશી ગઈ,
કાબા ગઈ,
કૈલાસ ગઈ.
થાકીને પાછી આવી,
ઘરનો દરવાજો ખોલ્યો,
ને સામે
જૂનો અરીસો.
ધૂળ ચડેલી હતી.
સાડલાના છેડે
લૂછ્યો.
ધૂળ ખસી,
ને તું
દેખાઈ —
થાકેલી આંખો,
ધોળા વાળ,
ને હોઠ પર
એક સ્મિત
જે મેં વરસોથી
કોઈને આપ્યું નહોતું,
પોતાને પણ નહીં.
– પરાગ રતનપરા